બટેટાના ઊકળતા ભાવ
નવી દિલ્હી, તા. 9: બટેટાંની બજાર ગરમ છે. બટેટાંનો પાક લેતાં ઉત્તરપ્રદેશ, પ. બંગાળ અને કર્ણાટકમાં નબળા વરસાદને કારણે તેનાં ઉત્પાદનને અસર થવાની ભીતિએ તેના છૂટક ભાવ ઊછળ્યા છે.
મોટાં શહેરોમાં હાલમાં બટેટાંનો છૂટક ભાવ કિલો દીઠ રૂા. 22થી 23નો છે, જે હજી જાન્યુઆરીમાં કિલો દીઠ રૂા. 6-7 બોલાતો હતો અને ગયા વર્ષે તો તેનો જથ્થાબંધ ભાવ કિલો દીઠ રૂા. 2ની સપાટી સુધી નીચો ઊતરી ગયો હતો.
આમ ભાવમાં ઉછાળાની રમતને અકુશમાં રાખવા કૉમોડિટી વાયદા બજાર પંચ (એફએમસી)એ પ. બંગાળ તરફનાં બટેટાં માટે વાયદાનાં કામકાજ સસ્પેન્ડ કરી દીધાં છે. નવેમ્બર ડિલિવરી કૉન્ટ્રેક્ટ શરૂ નહીં કરાય એવો આદેશ આપ્યો છે. બટેટાંની જે બે જાતોમાં વાયદાનાં કામકાજ થયાં તેમાં તારકેશ્ર્વર એક છે. બીજી આગ્રાની વેરાયટી છે. ખઈડ પર આ જાતોમાં કામકાજ પર પ્રતિબંધ આવ્યો છે. બટેટાંના છૂટક ભાવ મુખ્ય શહેરો જેવાં કે મુંબઈમાં 18 એપ્રિલે કિલો દીઠ રૂા. 16 હતા તે 7 ઑગસ્ટે વધી રૂા. 23, દિલ્હીમાં સમાનગાળામાં 15થી વધી રૂા. 22, હૈદરાબાદમાં રૂા. 16થી વધી રૂા. 20 બોલાય છે.