યુપીએનો નવો મંત્ર સૌના હાથમાં મોબાઈલ
નવી દિલ્હી, તા. 9: 2014ની લોકસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખીને કેન્દ્ર સરકાર ગરીબીની રેખા હેઠળ જીવતા પ્રત્યેક પરિવારને એક મોબાઈલ ફોન આપવાની રૂપિયા 7000 કરોડની સ્કીમને આખરી સ્વરૂપ આપી રહી છે.
વડા પ્રધાન કાર્યાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, `હર હાથ મેં ફોન' નામની આ સ્કીમની જાહેરાત 15 ઑગસ્ટના વડા પ્રધાન દ્વારા કરવામાં આવશે. આ સ્કીમ હેઠળ ગરીબીની રેખા હેઠળ (બીપીએલ) જીવતા 60 લાખ જેટલા પરિવારોમાંના પ્રત્યેક પરિવારને એક મોબાઈલ ફોન અને 200 મિનિટનો મફત લોકલ ટૉકટાઇમ પણ આપવામાં આવશે. આ સ્કીમમાં સંડોવાયેલા સરકારી અધિકારીઓ આ સ્કીમને યુપીએ-બે સરકારનું એક મોટું શક્તિશાળી કદમ ગણાવી રહ્યા છે. ચૂંટણીમાં મતદાન વખતે સક્રિય રહેતા આવા લોકો સાથે સીધો સંપર્ક સાધવાની યુપીએ સરકારને તક પણ મળશે.
આ સ્કીમને ટેલિકૉમ વિભાગના યુનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન (યુએસઓ) હેઠળ નાણાં પૂરાં પાડવામાં આવશે.
સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે આ સર્વિસ પૂરી પાડવાના અધિકાર મેળવનારા બીડર પાસેથી સ્કીમના ખર્ચની 50 ટકા રકમ આવશે અને બાકીની રકમ યુએસઓ ફંડમાંથી આવશે.
ગામડાંના અને દૂરના વિસ્તારોના લોકોને સસ્તા દરે મોબાઈલ સેવા પૂરી પાડવાના યુએસઓના ઉદ્દેશને પૂરો કરવા આ ફંડ ઊભું કરવામાં આવ્યું છે.