વરલી-હાજી અલી સી-લિન્ક યોજના પાણીમાં!
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (ખજછઉઈ)નું બોર્ડ વરલી-હાજી અલી સી-લિંકના નિર્માણ માટે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનો કરાર રદ કરવા સરકારને જણાવશે. જોકે પોતાની નાણાકીય સ્થિતિ અનિશ્ર્ચિત હોવા છતાં ખજછઉઈ સંભવત: પોતાની રીતે આ પુલ બાંધવા વિચારણા કરી રહ્યું છે.
ખજછઉઈ અને રિલાયન્સ વચ્ચેના મતભેદોને કારણે વરલી-હાજી અલી સી-લિંક પ્રોજેક્ટ લગભગ બે વર્ષથી ખોરંભે ચડી ગયો છે. ખજછઉઈ બોર્ડ રિલાયન્સનો કૉન્ટ્રેક્ટ રદ કરવાની દરખાસ્તને આજે વિધિવત્ રીતે સમર્થન આપશે અને રિલાયન્સે આપેલી રૂા. 100 કરોડની સુરક્ષા જમા તેને પરત કરશે.
બોર્ડ દ્વારા સમર્થન અપાયેલી દરખાસ્ત તે પછી મુખ્ય પ્રધાનના નેતૃત્વ હેઠળની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની કૅબિનેટ સમિતિને મોકલવામાં આવશે, જે આ અંગે અંતિમ નિર્ણય લેશે. મહત્ત્વની બાબત એ છે કે ખુદ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ પણ આ પ્રોજેક્ટ અંગે ખાસ ઉત્સુક નથી. વધુમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા સુધ્ધાં આ કરાર કથિતપણે રદ કરવા જણાવાયું છે.
સી-લિંક પ્રોજેક્ટ રદ કરવા ખજછઉઈ, બહુતાંશે આર્બીટ્રેટર નિવૃત્ત ન્યાયમૂર્તિ બી. પી. સિંહ અને ભારતના એટર્ની જનરલ ગુલામ વહાણવટીનાં સૂચનો પર નિર્ભર રહેશે. આ પહેલાં પુલનો ઈજારો ધરાવનારાને ગ્રાન્ટની રૂએ ભંડોળ પૂરું પાડવાની પોતાની ફરજ નહીં નિભાવવા બદલ રાજ્ય સરકારને બી. પી. સિંહે દોષી ગણાવી હતી, જ્યારે વહાણવટીએ બંને પક્ષને કોઈ પણ આર્થિક જવાબદારી વહન કર્યા સિવાય આ કરારનો સમાધાનકારક અંત લાવવા સૂચવ્યું હતું.
દરમિયાન, રૂા. 4000 કરોડનું દેવું ધરાવતી ખજછઉઈ નવો સી-લિંક કેવી રીતે બાંધી શકશે, એવો સવાલ ચર્ચાઈ રહ્યો છે, કેમકે આ પ્રોજેક્ટ માટે તેણે વધારાના રૂા. 2400 કરોડ ઊભા કરવા પડશે.
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેબ્રુઆરી, 2009માં આ સી-લિંક બાંધવા માટે `પ્રીફર્ડ બીડર' તરીકે ઊપસી આવ્યું હતું, પરંતુ તેના 16 મહિના બાદ જૂન, 2010માં રાજ્ય સરકારે રિલાયન્સ સાથે કરાર કરવાનો નિર્ણય લીધો હતો. સી-લિંકનું કામ 2011ના પ્રારંભમાં શરૂ કરી 42 માસના ગાળામાં જૂન, 2014 સુધીમાં પૂર્ણ થશે, એવી આશા હતી, જે ફળીભૂત થઈ નથી.
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તેની સુરક્ષા જમા તો પાછી મળી જશે, પરંતુ અત્યાર સુધી આ પ્રોજેક્ટ પર તેણે ખર્ચેલાં નાણાં નકામા જશે. આંતરિક સૂત્રોએ કરેલા દાવા મુજબ આ રકમ રૂા. 120 કરોડથી વધુ હોઈ શકે છે. જોકે બન્ને પક્ષ આ પ્રોજેક્ટમાંથી મૈત્રીપૂર્ણ રીતે છૂટા થવામાં રસ ધરાવે છે.
દરમિયાન, ખજછઉઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે ટોલ કલેક્ટરની મદદ લઈ આ ચાર લેનનો સી-લિંક બાંધીશું.