દોઢ મહિનામાં નાણા નીતિમાં ધરમૂળ ફેરફાર આવશે
નવી દિલ્હી, તા. 8: નાણાં મંત્રાલય આગામી છ સપ્તાહમાં નાણાકીય પગલાં રજૂ કરવાનો ઇરાદો ધરાવે છે, જેને કારણે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને 17 સપ્ટેબર '12ના તેની ધિરાણનીતિની મધ્ય ત્રિમાસિક સમીક્ષા વેળાએ વ્યાજદરોમાં કાપ મૂકવાને માનસિક ટેકો મળી રહે.
ઉચ્ચ સ્તરીય સ્રોતના જણાવ્યા મુજબ કૅબિનેટની મંજૂરી આ પ્લાનને મળી રહે તેના પ્રયાસો જારી છે. આ પ્લાન એક તરફ ખાસ તો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સબસિડીના તાર્કિકપણા પર કેન્દ્રિત હશે તો બીજી તરફ આવકભંડોળ ઊભું કરવા ડિસઇન્વેસ્ટમેન્ટ પર ભાર મુકાશે.
આ અધિકારીએ 17 સપ્ટે. પૂર્વે વ્યાજદરમાં ઘટાડાની શક્યતા નકારી કાઢી હતી. સૌપ્રથમ આ માટે રિઝર્વ બૅન્કને વિશ્ર્વાસ પ્રેરવા સરકાર આર્થિક સુધારાનાં પગલાં લેવા ધારે છે. જે આરબીઆઈના વ્યાજદર સંબંધેના વિચારમાં બદલાવ લાવી શકશે.
સરકારે વિજય કેળકર, ઇન્દિરા રાજરમણ અને સંજીવ મિશ્રના જૂથને નાણાકીય કૉન્સોલિડેશન માટેનો માર્ગ ચીંધવા સહાયભૂત થવા કહ્યું છે. આ જૂથ એકાદ સપ્તાહમાં આ વિષયે રૂપરેખા આપશે અને મહિના એકમાં આખરી અહેવાલ સુપરત કરશે, એમ સાધનો વધુમાં ઉમેરે છે. ખર્ચના વહીવટના મુદ્દે ડીઝલ અને એલપીજીના ભાવ મુખ્ય સ્થાને રહ્યા છે. આ મુદ્દા ભારે રાજકીય સંવેદનાશીલ ગણાય છે. આથી આ વિષયે નિર્ણય લેતાં પૂર્વે સરકાર સંસદને વિશ્ર્વાસમાં લેશે, તો નવી આવક ઊભી કરવા ડિસઇન્વેસ્ટમેન્ટ પર મદાર રખાયો છે. ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા હાથ ધરાશે તો શૅરબજારમાં વિશ્ર્વાસનું વાતાવરણ જામતું જણાશે. આ જોતાં જાહેર ક્ષેત્રની અગ્રણ્ય કંપ્નીઓ સેઇલ, ઓએનજીસી, ભેલ, એનએમડીસી અને એમએમટીસીમાં ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ કરાશે એમ સાધનો વધુમાં ઉમેરે છે.
કેટલા જથ્થામાં શૅર્સ વેચવા અને વધુ બીજી કઈ-કેટલી કંપ્નીઓ ડિસઇન્વેસ્ટમેન્ટની યાદીમાં ઉમેરવી તેની પણ વિચારણા કરાશે. સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રૂા. 30000 કરોડનો રાખ્યો છે.