પેરિસમાં ISનો હુમલો, ફાયારિંગમાં પોલીસ અૉફિસરનું મોત

પેરિસ, તા. 21 : ગુરુવારે રાત્રે અહીં પોલીસ પર કરવામાં આવેલા ગોળીબારમાં એક અધિકારીનું મોત થયું, જ્યારે બેની હાલત ગંભીર છે. પોલીસની વળતી કાર્યવાહીમાં એક હુમલાખોર માર્યો ગયો છે. હુમલો કરવામાં બે લોકો સામેલ હોવાનું કહેવાય છે. પોલીસ બીજા સંદિગ્ધની શોધખોળ કરી રહી છે. હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી છે. ફ્રાન્સમાં બે દિવસ બાદ રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. છેલ્લાં બે વર્ષમાં આતંકી હુમલામાં અત્યાર સુધી 230 લોકોનાં મોત થયા છે.

અમાક ન્યૂઝ એજન્સી મુજબ, આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS)એ હુમલો કરનારાઓને પોતાના યોદ્ધા કહ્યા છે. સાથોસાથ હુમલાની જવાબદારી પણ  લીધી છે.  ફ્રાંસ્વા ઓલાંદે જણાવ્યું કે આ આતંકી હુમલો લાગે છે. અમારી એજન્સીઓ તેની તપાસમાં લાગેલી છે.  પોલીસે જણાવ્યું કે હુમલાખોરોની પાસે અૉટોમેટિક હથિયારો હતા. પેરિસના પ્રોસિક્યૂટરે જણાવ્યું કે હુમલામાં સામેલ એક સંદિગ્ધની ઓળખ થઈ છે, તેને કોઈની મદદ મળી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસનું કહેવું છે કે સંદિગ્ધ હુમલાખોર 39 વર્ષીય કરીમ સી છે. તેણે 2001માં એક અધિકારીની હત્યા કરી હતી ત્યારે તેને 20 વર્ષની જેલ થઈ હતી. પોલીસે હુમલાખોરના ઘર પર દરોડો પાડ્યો છે.

આતંકી હુમલો પેરિસના ચેમ્પ્સ એલીસીસ બુલેવાર્ડ વિસ્તારમાં રાત્રે નવ વાગ્યે થયો હતો. પોલીસ પેટ્રાલિંગ કરી રહી હતી ત્યારે પોલીસની ગાડીની પાસે એક કાર આવીને ઊભી રહી. એક હુમલાખોર તેની બહાર આવ્યો અને ફાયારિંગ શરૂ કરી દીધું હતું© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer