ગ્રાન્ટ રોડમાં હત્યા

મુંબઈ, તા. 17 : ગ્રાન્ટ રોડની મોતીવાલા બિલ્ડિંગના પહેલા માળે બાબુલાલ છોટુલાલ સૈની (25) પર કેટલાક અજાણ્યા શખસોએ ધારદાર શત્રોથી હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. સાઉન્ડ સિસ્ટમના વ્યવસાયમાં થયેલી દુશ્મનાવટમાં આ હત્યા થયાનું કહેવાય છે. ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશન વધુ તપાસ ચલાવી રહી છે. કોઈની ધરપકડ થઈ નથી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer