હજી એક મહિનો મુંબઈને પડશે ગરમીનો ફટકો

મુંબઈ, તા. 13 : વરસાદનો વિરામ, ધુમ્મસ તેમ જ પૂર્વ તરફથી ફૂંકાતો પવન - આ ત્રણ મુખ્ય ઘટકોને લીધે છેલ્લા બે દિવસથી મુંબઈની આર્દ્રતામાં 20 ટકા અને મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે, જેથી અસહ્ય ઉકળાટનો લોકોને અનુભવ થઈ રહ્યો છે. આમ આખો સપ્ટેમ્બર મહિનો લોકોને ઉનાળા જેવો તાપદાયક બની રહેવાના એંધાણ છે, દરમિયાન શહેરમાં આજે અને કાલે વરસાદ પડશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે. સામાન્યપણે મુંબઈની આર્દ્રતા 60થી 70 ટકા અને મહત્તમ તાપમાન 28થી 30 ડિગ્રી આસપાસ હોય છે, પરંતુ વાતાવરણમાં બદલાવને પગલે આ બંને ઘટકોમાં ભારે વધારો થવાથી મુંબઈગરા બેહાલ થયા છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને આર્દ્રતા 81 ટકા જેટલી નોંધાઈ હતી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer