એચડીએફસી બૅન્કની શાખાઓમાં માનવકદનો રોબો તમારું કામ કરશે
મુંબઈ, તા. 11 : એચડીએફસી બૅન્ક દ્વારા તેની શાખાઓમાં ભારતમાં સૌ પ્રથમ  હ્યુમેનોઇડ રોબો રજૂ કરાશે. કોચીસ્થિત અસીમોવ રોબોટિક્સના સહયોગમાં માનવકદનો રોબોટ `ઇરા' વિકસાવાયો છે. તેને બૅન્કની મુંબઈની શાખાઓમાં પંદર દિવસમાં મુકાશે. તેના મુકાવાથી કર્મચારીઓની રોજગારી પર અસર નહીં થાય એમ ડિજિટલ બૅન્કિંગના હેડ નીતિન ચુઘે કહ્યું હતું. સ્થાનિક બૅન્કમાં આ પ્રથમ હ્યુyમેનોઇડ રોબો છે, એમ ચુઘે વધુમાં કહ્યું હતું.

આ રોબો ગ્રાહકોની વિવિધ બૅન્કિંગ સેવામાં મદદરૂપ થશે. જોકે, તેની મુખ્ય ભૂમિકા રિસેપ્શનિસ્ટની રહેશે અને તે બૅન્કની શાખામાં ફરી શકશે. શરૂઆતના તબક્કામાં એચડીએફસી બૅન્કની મુંબઇ શાખામાં રોબો તહેનાત થશે અને તે પછી તબક્કાવાર તેનો વિસ્તાર અન્ય શાખાઓમાં કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.