નવમા ગ્લોરી એવૉર્ડ્સ સમારંભમાં ગાયક આશિત દેસાઇને એનાયત થશે એવૉર્ડ

જલોટા વેલફેર ફાઉન્ડેશન દ્વારા યોજાનારા નવમા ગ્લોરી એવૉર્ડ -2017માં સંગીત, નૃત્ય, ગઝલ જેવા વિવિધ ક્ષેત્રમાં અનન્ય યોગદાન આપનાર કલાકારોને એવૉર્ડ આપવામાં આવે છે. આ એવૉર્ડ સુપ્રસિદ્ધ ગાયક પુરુષોત્તમદાસ જલોટાની સ્મૃતિમાં એનાયત થાય છે. આ વર્ષે પુરુષોત્તમદાસ જલોટા સંગીત સેવા પુરસ્કાર સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માને, ભજન મહર્ષિ પંડિત હરિ ઓમ્ શરણ ભક્તિ સંગીત પુરસ્કાર જાણીતા ગુજરાતી ગાયક-સંગીતકાર આશિત દેસાઇને, ડો. રવિન્દ્ર જૈન બહુમુખી પ્રતિભા પુરસ્કાર સંગીતકાર અને ગીતકાર જસપાલ સિંહને તથા મેધા જલોટા શ્રેષ્ઠત્તમ મેધાવી નૃત્યાંગના પુરસ્કાર રાજશ્રી પ્રહરાજને આપવામાં આવશે. આ પ્રસંગે અનુપ જલોટા અને તેમના શિષ્યો સંગીતનો કાર્યક્રમ રજૂ કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer