સંજય દત્ત અને સંજય ભણસાલી સાથે કામ કરશે?
સંજય દત્ત અને સંજય લીલા ભણસાલીની તાજેતરની મુલાકાતથી આ બંને સાથે મળીને કોઇ પ્રોજેકટ્ હાથ ધરે એવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. નેશનલ એવોર્ડ વિજેતા સંજય લીલા ભણસાલી ફિલ્મસિટીમાં `પદ્માવતી'નું શૂટીંગ કરી રહ્યા હતા ત્યારે સંજય દત્તે સેટની મુલાકાત લીધી હતી. પરંતુ ભણસાલી દિપિકા પદુકોણ અને શાહિદ કપૂર સાથે મહત્વના દૃશ્યના શૂટીંગમાં વ્યસ્ત હોવાથી 57 વર્ષીય સંજય દત્તે ધીરજ ધરી હતી અને ફિલ્મનો શોટ જોવામાં સમય પસાર ર્ક્યો હતો. શૂટીંગ પૂરું થયા બાદ સંજય ભણસાલી અને સંજય દત્તે લગભગ એક કલાક વાતચીતમાં ગાળ્યો હતો અને આથી આ બંને પ્રથમ વાર કોઇ પ્રોજેક્ટમાં સાથે કામ કરે એવું અનુમાન વ્યક્ત થઇ રહ્યું છે. સંજય દત્ત `ખલનાયક'ની બલ્લુ બલરામની ભૂમિકા ફરી ભજવે એવી ભણસાલીની ઇચ્છા સર્વવિદિત છે. જો કે બંને સંજય `પદ્માવતી'ની ચર્ચા કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સંજય દત્ત સ્પેશિયલ અપિઅરન્સમાં નજરે પડે એવી પણ અફવા વ્યક્ત થઇ રહી છે.