બુદ્ધના વિચારો પર આધારિત મ્યુઝિક આલ્બમ `સંબુદ્ધ''
અભિનેતા, સંગીતકાર, ગાયક અને ગીતકાર જેવી વિવિધ ભૂમિકા ભજવ્યા બાદ સંતોષ સાવંત અને પાવાએ પોતાનું પ્રથમ મ્યુઝિક આલ્બમ સંબુદ્ધ બહાર પાડયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરના બનેલા આ આલ્બમમાં ભગવાન બુદ્ધના વિચારો પર આધારિત પાંચ ગીતો દ્વારા પાવાએ વૈશ્વિક શાંતિની સંકલ્પનાને રજૂ કરી છે. અગાઉ પાવાએ હિન્દી ફિલ્મ `ઝમેલા'માં આવું જ પાત્ર ભજવ્યું હતું. 

સંબુદ્ધ આલ્બમને ધર્મગુરુ દલાઇ લામાને સમર્પિત કરવામાં આવ્યું છે. બુદ્ધ અને તેમનો ધમ્મ મનુષ્યને આંતરિક શાંતિથી વિશ્વ શાંતિ સુધી લઇ જવામાં સહાય કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ આલ્બમમાં પાંચ ગીતો તૈયાર કરવામાં આવ્યા છે. તેનું રેકોર્ડિંગ ફ્રાંસ, સ્પેન, લંડનમાં થયું છે અને આંતરરાષ્ટ્રીય કલાકારોએ પણ તેમાં સ્વર આપ્યો છે. જાપાનીઝ ગાયિકા મરીસોલ મારોએ ગીતોમાં રહેલી અંગ્રેજી કડીઓને ગાય છે. પાલી ભાષામાં રહેલી બુદ્ધની ગાથાનો સમાવેશ પણ સુંદર રીતે કરવામાં આવ્યો છે.