`સસુરાલ સિમર કા''માંથી સિમરની એક્ઝિટ

`સસુરાલ સિમર કા'માં સિમરનું પાત્ર ભજવતી દિપિકા કાકરે છેવટે આ સિરિયલ છોડવાનું નક્કી કરી લીધું છે. વર્ષ 2011માં આ સિરિયલ શરૂ થઇ ત્યારથી દિપિકા સિમરનું પાત્ર ભજવી રહી છે. દિપિકાએ ત્રણ મહિના પહેલાં જ આ નિર્ણય મેનેજમેન્ટને જણાવી દીધો હતો અને હવે એ નોટિસ પિરિયડમાં કામ કરી રહી છે જે ફેબ્રુઆરીના મધ્યમાં પૂરો થશે. વર્ષ 2014માં પણ એણે સિરિયલ છોડવાનું નક્કી ર્ક્યુ હતું પરંતુ છેલ્લી ઘડીએ એનું હૃદયપરિવર્તન થયું હતું. જો કે આ વખતે એ પોતાના વ્યક્તિગત જીવન પર ધ્યાન આપી શકાય એ માટે થોડો સમય બ્રેક લેવા માગે છે. દિપિકા આ સિરિયલમાં મૂળ `પ્રેમ'નું પાત્ર ભજવનારા શોએબ ઇબ્રાહિમ સાથે રિલેશનશીપમાં છે.

 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer