સિંધુને રજત ચંદ્રક માટે મળેલા 6પ કરોડના ઇનામથી ગોલ્ડ જીતનાર મારિન આશ્ચર્યચકિત

નવી દિલ્હી, તા.11: બેડિમન્ટનની ટોચની ખેલાડી અને રિયો ઓલિમ્પિકની ચેમ્પિયન સ્પેનની કેરોલીના મારિન હાલ પ્રો બેડમિન્ટન લીગ રમવા ભારત આવી છે. તેણે રિયોમાં ભારતની પીવી સિંધુને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પણ હવે જ્યારે મારિને ભારત આવીને સિંધુને રજત ચંદ્રક માટે જે ઇનામ રાશી મળી તે જાણી આશ્ચર્યચકિત થઇ ગઇ છે. 

કેરોલિના મારિન ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી સ્પેનની પહેલી બેડમિન્ટ ખેલાડી બની હતી. આમ છતાં તેને કોઇ બહુ મોટા સન્માન કે ઇનામ ન મળ્યા. મારિને એક મુલાકાતમાં જણાવ્યું કે મને જાણવા મળ્યું કે સિધૂ પર ઇનામોનો વરસાદ થયો હતો. મને પણ ઇનામ મળ્યું હતું, પણ તે સિંધુની તુલનામાં ઘણું ઓછું છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ગોલ્ડ જીતનાર મારિનને સ્પેન તરફથી 94000 યૂરો લગભગ 68 લાખ રૂપિયા મળ્યા હતા. આ સામે રજત જીતનાર સિંધુને બધા મળીને 6પ કરોડના ઇનામ મળ્યા છે. 

મારિને કહ્યું કે મને ભારત આવીને ચેમ્પિયન હોવાનો અહેસાસ થયો . ભારતમાં ખેલાડીઓને સારું સન્માન મળે છે. ભારત જેવો આવકાર મને બીજે કયાંય નથી મળ્યો. હસતા હસતા મારિને એમ પણ કહ્યું કે કયારેક મને એવું લાગે છે કે જો હું પણ ઇન્ડિયન હોત તો.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer