રણજીની ફાઇનલમાં મુંબઈ સામે ગુજરાતે પ્રભુત્વ જમાવ્યું

છ વિકેટે 291 રન કરી 63 રનથી ગુજરાત આગળ

ઇન્દોર, તા. 11: રણજી ટ્રોફીના ફાઇનલમાં વર્તમાન વિજેતા મુંબઈ સામે ગુજરાતની ટીમે પકડ જમાવવાની શરૂઆત કરી દીધી છે. આજે મેચના બીજા દિવસના અંતે ગુજરાતની ટીમ મુંબઈથી 63 રન આગળ થઇ ગઇ છે અને 4 વિકેટ હાથમાં છે. મુંબઈના પ્રથમ દાવમાં 228 રનના જવાબમાં ગુજરાતે સુકાની પાર્થિવ પટેલ (90)  અને મનપ્રિત જુણેજા (77)ની સંગીન બેટિંગથી 6 વિકેટે 291 રન બનાવ્યા હતા.

પાર્થિવ પટેલ 10 રન સદી ચૂકીને 146 દડામાં 12 ચોક્કાથી 90 રન કરીને આઉટ થયો હતો જ્યારે મનપ્રિત જુણેજાએ 95 દડામાં 11 ચોક્કાથી 77 રન બનાવ્યા હતા. આ બન્ને વચ્ચે ચોથી વિકેટમાં 120 રનની મહત્ત્વની ભાગીદારી થઇ હતી. આ બે ઉપરાંત ભાર્ગવ મેરાઇએ 45 રનનું અને રિષભ ભટ્ટે 25 રનનું યોગદાન આપ્યું હતું. સ્ટાર બેટસમેન સમિત ગોહિલ (4) અને પ્રિયાંક પંચાલ (6) નિષ્ફળ રહ્યા હતા. મુંબઈ તરફથી અભિષેક નાયરે 3 તથા શાર્દુલ ઠાકુરે 2 વિકેટ લીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer