‘શંકાસ્પદ’ બૅન્ક લોકરો હવે IT ડિપાર્ટમેન્ટના રડાર પર
નવી દિલ્હી, તા. 12 : ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ (આઈટી)એ હવે ‘શંકાસ્પદ’ બૅન્ક લૉકરો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. અનેક સ્થળોએ આઈટી ડિપાર્ટમેન્ટે પાડેલા છાપામાં આવી અનેક શંકાસ્પદ’ બૅન્ક લોકરો જાણમાં આવ્યા છે, જેનો ઉપયોગ કાળું નાણું અને ઘરેણાં સંતાડવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

આઠમી નવેમ્બરે સરકારે નોટબંધી જાહેર કર્યા પછી આવા જે લોકરો વારેઘડીએ ઉઘાડબંધ કરવામાં આવ્યા છે તેની માહિતી આઈટી ડિપાર્ટમેન્ટે બૅન્કો પાસેથી મગાવી છે. મોટાભાગની આ બૅન્કો સહકારી છે.

આઈટી ડિપાર્ટમેન્ટે પાડેલા છાપામાં એ બહાર આવ્યું છે કે આવા બૅન્ક લોકરો ભળતી વ્યક્તિના નામે જ ખોલાવવામાં આવ્યા હતા અને તેના નામે જ અૉપરેટ કરવામાં આવતા હતા.

આઠમી નવેમ્બર પછી આઈટી ડિપાર્ટમેન્ટે પાડેલા છાપામાં આવા બૅન્ક લોકરોમાંથી 600 કરોડ રૂપિયા અને ભારે પ્રમાણમાં

ઘરેણાં મળી આવ્યા હતા.

કુલ રૂા. 5,343 કરોડની બિનહિસાબી આવક પણ આ છાપામાં પકડાઈ હતી.

જોકે, આવા શંકાસ્પદ લોકરો મોટા ભાગે ગ્રામીણ ભાગોમાંથી મળી આવ્યા છે. આમ છતાં મોટા શહેરોમાં પણ તેની શક્યતા નકારી શકાતી નથી.