હવે રણબીર, આયુષમાન અને ઇરફાન વચ્ચે ટક્કર

અનુરાગ બાસુની ફિલ્મ `જગ્ગા જાસૂસ' અગાઉ સાતમી એપ્રિલે રજૂ થવાની હતી પણ હવે 12મી મેએ રજૂ થશે. આ ફિલ્મના કલાકાર રણબીર કપૂર અને કેટરિના કૈફ છે. જો કે, 12મી મેએ જ અન્ય બે ફિલ્મ પણ રજૂ થવાની છે. આમાંની એક છે યશરાજ ફિલ્મ્સની મેરી પ્યારી બિંદુ. આ ફિલ્મમાં આયુષમાન ખુરાના અને પરિણીતી ચોપરા છે. જયારે ત્રીજી ફિલ્મ હિન્દી  મીડિયમ છે જેમાં ઇરફાન ખાન અભિનય કરે છે. આ ત્રણે ફિલ્મની ટક્કર રોકવા માટે નિર્માતાઓ વાતચીત કરીને નવી તારીખો બહાર પાડશે. આ ત્રણે ફિલ્મો તદ્દન અલગઅલગ શૈલીની છે. રણબીર ટોપ સ્ટાર છે અને તેની ફિલ્મ આયુષમાન અને ઇરફાન સાથે ટકરાશે તો ત્રણે ફિલ્મોની બોક્સ ઓફિસ પર અસર થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer