રણબીર કપૂર જોવા મળશે છ અલગઅલગ લૂકમાં

રણબીર કપૂરની આગામી ફિલ્મ અભિનેતા સંજય દત્તના જીવન પર આધારિત છે. હાલમાં રણબીરે આ માટે સિક્સ પેક એબ્સ બનાવ્યા છે અને વાળ લાંબા કર્યા છે. હવે તેનો દેખાવ સંજયને મળતો આવે છે. ફિલ્મમાં રણબીર સંજયના જીવનના વિવિધ તબક્કામાં રહેલા એકદમ પાતળાથી લઇને ભરાવદાર એમ જુદાજુદા લૂકમાં જોવા મળશે. રણબીરે શરૂઆત ભરાવદાર અને લાંબા વાળવાળા લૂક સાથે કરી છે. થોડા સમય માટે આ દેખાવમાં શૂટિંગ કર્યા બાદ તે બે મહિનાનો બ્રેક લેશે. આ સમય દરમિયાન તે પોતાનું વધેલું વજન ઉતારશે અને પાતળો લૂક મેળવશે. આ લૂકમાં સંજય પોતાની પહેલી ફિલ્મ `રોકી'માં જોવા મળ્યો હતો. આમ રણબીર સંજયના `રોકી'થી `ખલનાયક' અને `મુન્નાભાઇ એમબીબીએસ'થી જેલમાં હતો ત્યારનો એમ છ અલગઅલગ લૂકમાં જોવા મળશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer