`િસક્રેટ સુપરસ્ટાર''માં આમિર ગીત ગાશે?
રૂપેરી પરદે વિવિધ પ્રકારની ભૂમિકા ભજવવા માટે જાણીતા અભિનેતા આમિર ખાનનું આગામી ફિલ્મ `િસક્રેટ સુપરસ્ટાર'નું લૂક પ્રેક્ષકોમાં કુતૂહલનું પાત્ર બન્યું છે. હવે જાણવા મળ્યું છે કે, આ ફિલ્મના એક ગીતમાં આમિર પોતાનો સ્વર પણ આપશે. જો કે, આ બાબત હજુ વાતચીતના તબક્કામાં છે અને તે વિશે ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલમાં આમિર બીજા કામમાં વ્યસ્ત છે. જો તે ગીત ગાવા માટે તૈયાર થશે તો આગામી મહિનામાં તેનું રેકોર્ડિંગ થશે. 

આમિર ફિલ્મમાં સંગીતકારની ભૂમિકા ભજવે છે. ફિલ્મની કથામાં વડોદરાની બે મુસ્લિમ કન્યાઓ પોતાની ઓળખ છુપાવવા બુરખો પહેરીને ગીત ગાય છે અને પોતાનો વીડિયો રેકર્ડ કરે છે.

અદ્વૈત ચંદન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આગામી ચોથી ઓગસ્ટે રજૂ થશે.