હિજાબના કારણે રમવા ના મળી બાસ્કેટબૉલ ફાઈનલ
વૉશિંગ્ટન, તા. 20 : અમેરિકામાં 16 વર્ષની જેનન હેસ નામની મુસ્લિમ છોકરીને તેણે પહેરેલા હિજાબના કારણે રિજનલ બાસ્કેટબૉલની ફાઈનલમાં રમવાની પરવાનગી મળી નહોતી. આ છોકરીએ સિઝનની તમામ મૅચોમાં ભાગ લીધો હતો. મેરીલેંડની ગેથર્સબર્ગના વોટકિન્સ મિલ હાઈ સ્કૂલની સ્ટુડન્ટ જેનન હેસે કોઈ પણ સમસ્યા વિના સ્કૂલમાં 24 ગેમ્સમાં ભાગ લીધો હતો. પણ થોડા દિવસ પહેલાં તેણે હેડસ્કાર્ફ પહેર્યો હોવાથી બાસ્કેટબૉલ ગેમમાં રમવા દેવામાં આવી નહીં. ત્રીજી માર્ચે તેને રિજનલ હાઈ સ્કૂલ ચૅમ્પિયનશિપમાં પણ રમવા દેવામાં ન આવી.