રોજર ફેડરર પાંચમી વખત જીત્યો ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટ
ઇન્ડિયન વેલ્સ, (અમેરિકા), તા. 20 : રોજર ફેડરરે સ્ટેન વાવરિંકાને 6-4, 7-5થી હરાવીને એટીપી ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટ પાંચમી વખત જીતી લીધી છે. ગયા વરસે ઘૂંટણના અૉપરેશનના કારણે તે આ ટુર્નામેન્ટ રમી શક્યો નહોતો. આ વરસે રોજર ફેડરરે વાપસી કરીને અૉસ્ટ્રોલિયા ઓપનમાં પોતાનું 18મું ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું.

નોવાક જોકોવીકે પાંચ વાર આ ટુર્નામેન્ટ જીતી છે અને હવે 2004, 2005, 2006, 2012 અને 2017માં જીતીને રોજર ફેડરરે તેની બરોબરી કરી છે.

મહિલા વિભાગમાં રશિયાની એલીના વેસ્નીના ચેમ્પિયન બની હતી. તેણીએ હમવતન સ્વેત્લેના કુઝનેત્સોવાને ફાઇનલમાં ત્રણ સેટની રસાકસી બાદ 6-7, 7-પ અને 6-4થી હાર આપી હતી. 30 વર્ષની વેસ્નીનાની કેરિયરની આ સૌથી મોટી જીત છે. આ વિજયને લીધે વેસ્નીના કેરિયરના શ્રેષ્ઠ 13મા ક્રમ પર આવી ગઇ છે.