વિજય હઝારે ટ્રોફીમાં તામિલનાડુ ચોથી વાર ચેમ્પિયન
ફાઇનલમાં બંગાળ સામે જીત: દિનેશ કાર્તિકની સદી

નવી દિલ્હી, તા.20: કેપ્ટન દિનેશ કાર્તિકની શાનદાર સદીના સહારે તામિલનાડુ રણજી વનડે વિજય હઝારે ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં તામિલનાડુનો બંગાળ સામે 37 રને વિજય થયો હતો. તામિલનાડુના  47.2 ઓવરમાં 217 રનના જવાબમાં બંગાળની ટીમ 45-5 ઓવરમાં 180 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઇજા બાદ વાપસી કરનાર ટેસ્ટ સ્ટાર મોહમ્મદ શમીએ બંગાળ  તરફથી 4 વિકેટ લીધી હતી. જો કે  તેની મહેનત બંગાળને જીત અપાવી શકી ન હતી. તામિલનાડુની ટીમ  વિજય હઝારે ટ્રોફીમાં ચોથીવાર ચેમ્પિયન બની છે. તે આ પહેલા 2002-03, 2008-09, 2009-10ની સિઝનમાં વિજેતા બન્યું હતું.