મુંબઈ સહિતનાં શહેરોમાં તાડીનાં વેચાણ પર બંધી
મુંબઈ, તા. 20 : મુંબઈ સહિત મહારાષ્ટ્રના શહેરોમાં હવે તાડી મળશે નહીં. મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2016માં તાડીના વેચાણ ઉપર બંધી લાદતો આદેશ બહાર પાડયો હતો. તેને પડકારતી અનેક અરજીઓ મુંબઈ વડી અદાલતે નકારી કાઢી છે. તેથી હવે મહારાષ્ટ્ર સરકારના આદેશનો અમલ શરૂ થયો છે.

બીજી તરફ શહેરી વિસ્તારોમાં તાડબંધીની સાથે અન્ય તાડી વેચનારાઓને પણ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જે તાલુકામાં તાડના કમસે કમ હજાર વૃક્ષ હોય ત્યાં જ તાડીના વેચાણની પરવાનગી મળશે. વધુમાં તે તાલુકામાં ફક્ત ભૂમિપુત્રોને જ તાડીના વેચાણના પરવાના મળશે. દરમિયાન અનેક સ્થળે તાડીના નામે ભેળસેળયુક્ત તાડીનું વેચાણ કરવામાં આવે છે. તેથી અનેક લોકોના મરણ નીપજ્યા છે.