યોગી આદિત્યનાથના નિવાસસ્થાને કરવામાં આવ્યું શુદ્ધીકરણ
લખનઊ, તા. 20 : આદિત્યનાથ યોગી જ્યાં રહેશે તે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને આજે સવારે ગોરખપુરથી સાત બ્રાહ્મણો આવ્યા હતા અને તેમણે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનની શુદ્ધિપૂજા

કરી હતી. મુખ્ય ગેટ પર સ્વસ્તિક દોરવામાં આવ્યો હતો અને `શુભ' અને `લાભ' લખવામાં આવ્યું હતું. મુખ્ય દરવાજા પર હારતોરણ પહેરાવવામાં આવ્યા હતા.

આદિત્યનાથ યોગી પાંચ, `કૈલાસ રોડના આ બંગલામાં રહેવા આવે તે પહેલાં યજ્ઞ-હવન કરવામાં આવશે. ગોરખનાથ મઠના બ્રાહ્મણો વૈદિક મંત્રોથી આ વિધિ પાર પાડશે.