હવાલા કૌભાંડમાં ઝાકિર નાઈકની 18 કરોડની સંપત્તિ જપ્ત
નવી દિલ્હી, તા. 20 : વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક ઉપર મહત્ત્વના પગલાં લેતા ઈડીએ 200 કરોડ રૂપિયાના હવાલા કૌભાંડમાં ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન સહિતની 18.37 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

બીજી તરફ એનઆઈએએ ઝાકિર નાઈકને બીજી નોટિસ ફટકારીને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ  30મી માર્ચ સુધીમાં હાજર થવા આદેશ આપ્યો છે. હવાલા કૌભાંડમાં ગત મહિને ઝાકિરના સહાયકની અટકાયત કરવામાં આવી હતી જો કે ધરપકડથી બચવા માટે ઝાકિર નાઈક સાઉદી નાસી છૂટયો છે. આ કેસમાં ઈડીએ ઝાકિરની બહેન નઈલાહ નુરાનીની પણ પૂછપરછ કરી હતી.