પંજાબ સરકારે લીધાં કરકસરનાં શ્રેણીબદ્ધ પગલાં

સુશાસનની સ્પર્ધાત્મકતા: સકારાત્મક સંકેત

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા.20: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ચાર રાજ્યોમાં સત્તા કબજે કરી લીધી છે અને પ્રજાએ ભાજપમાં મુકેલો વિશ્વાસ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરતાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવતે શાસન ધૂરા સંભાળતાની સાથે જ સપાટાભેર નિર્ણયો કરવા માંડયા છે. આમાં કરકસરથી માંડીને પક્ષ દ્વારા આપવામાં આવેલા વચનો પુરા કરવાની દિશામાં નિર્ણયો લેવાયા છે.

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે સોમવારે જણાવ્યું હતું કે, મારી સરકાર તમામ મંત્રીઓ માટે સંપત્તિ સાર્વજનિક કરવી ફરજિયાત બનાવશે. ભાજપ સરકારમાં બધા પ્રધાનો અને ધારાસભ્યોએ દર વરસે તેમની સંપતિની વિગતો જાહેર કરવાની હોય છે. હું મારા રાજ્યમાં પણ આ નિયમ લાગુ કરીશ.

બીજીબાજુ આશ્વાસન સમાન પંજાબનાં વિજય બાદ કોંગ્રેસની સરકારનાં મુખ્યમંત્રી અમરિન્દરસિંહે પણ કરકસરનાં આક્રમક પગલાંઓની જાહેરાત કરી છે. આવા નિર્ણયો માટેનું સ્પર્ધાત્મક વાતાવરણ સકારાત્મક સંકેતો આપી જાય છે.

પંજાબનાં નાણામંત્રી મનપ્રીતસિંહ બાદલે આ ઉપરાંત જણાવ્યું હતું કે મંત્રી, વિધાયકો કે પછી મુખ્યમંત્રી કોઈ શિલાન્યાસ કે ઉદ્ઘાટન કરશે નહીં. આટલું જ નહીં 100-200 કરોડની મોટી પરિયોજનાઓમાં પણ મુખ્યમંત્રી કે મંત્રીઓનાં નામ શિલાન્યાસ તક્તીઓમાં લખાશે નહીં. અમરિન્દર સરકારે

પ્રધાનો માટે બે વર્ષ સુધી વિદેશપ્રવાસો પણ પ્રતિબંધિત કરી દીધા છે

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer