`મહાયોદ્ધા રામ''ને મળ્યો 64મો નેશનલ ફિલ્મ એવૉર્ડ

`મહાયોદ્ધા રામ''ને મળ્યો 64મો નેશનલ ફિલ્મ એવૉર્ડ
ટેલિવિઝન પર મહારાણા પ્રતાપ, અશોક, ઝાંસી કી રાની અને હનુમાન જેવી ઐતિહાસિક અને પૌરાણિક સિરિયલો સફલ રીતે દર્શાવ્યા બાદ `કોન્ટિલો'ને હવે તેની એનિમેશન ફિલ્મ `મહાયોદ્ધા રામ' માટે 64મા નેશનલ ફિલ્મ એવૉર્ડમાં શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ માટેનો પુરસ્કાર મળ્યો છે. ફિલ્મ પાછળ આ સફળ ટીમે 10 વર્ષ પરિશ્રમ કર્યો હતો જે હવે ભારતમાં થ્રી-ડી એનિમેશન ઈન્ડસ્ટ્રી માટે એક પ્રેરણા ગણાય છે.

`મહાયોદ્ધા રામ' હિન્દુ ભગવાન રામની ગાથા વર્ણવતું `મહાકાવ્ય' છે. તેમાં ભગવાન રામ માટે અવાજ કુણાલ કપૂરે જ્યારે રાવણનો અવાજ ગુલશન ગ્રોવરે આપ્યો છે. કોન્ટિલો પિક્ચર્સના સીઈઓ અભિમન્યુ સિંહ ફિલ્મને મળેલા આ ગૌરવથી ગદ્ગદિત થઈ ગયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer