અજયે પુત્રીના બર્થડે માટે શૂટિંગમાંથી લીધો બ્રેક
અજયે પુત્રીના બર્થડે માટે શૂટિંગમાંથી લીધો બ્રેક પ્રેમાળ પિતા એવા અજય દેવગને તેની પુત્રી નિસાનો જન્મદિવસ ઊજવી શકાય તે માટે `ગોલમાલ અગેઈન' ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક લીધો હતો. આ ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટી સાથે અજય દેવગન નિરંતર શૂટિંગ કરી રહ્યો છે. તેમ છતાં નિસાનો 14મો જન્મદિવસ (20મી એપ્રિલ) સેલીબ્રેટ કરવા શોર્ટ બ્રેક લેવા માટે અજયે રોહિત શેટ્ટીની પહેલેથી સંમતિ લેવી પડી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ અજય અને કાજોલ પોતાનાં સંતાનોના આવા ખાસ પ્રસંગો તેમની સાથે જ ઊજવે છે. આ વર્ષે પણ નિસાના બર્થડે ટાંકણે અજય ગોવામાં રોહિતની ફિલ્મ `ગોલમાલ અગેઈન'નું શૂટિંગ કરતો હતો તેથી તેણે અગાઉથી જ રોહિતને પોતાના આ `શૉર્ટ બ્રેક'ની જાણ કરી દીધી હતી.