અલકા-ઉદિત વચ્ચે ફ્લર્ટિંગનો રંગ જામ્યો

અલકા-ઉદિત વચ્ચે ફ્લર્ટિંગનો રંગ જામ્યો
આ શનિવારે એટલે કે 22 એપ્રિલે રાત્રે 9.00 વાગ્યે ઝી ટીવીના લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો `સારેગામાપા લિટલ ચૅમ્પ્સ'માં કિંગ ઍન્ડ ક્વીન અૉફ મેલડી ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક સેલિબ્રિટી ગેસ્ટ તરીકે આવશે. દેખીતી રીતે જ બાળકો માટેનો આ ભારતનો નં.1 સિંગિંગ રિયાલિટી શો અગણિત સિંગર્સ (ગાયકો) માટે પ્રેરણાસ્રોત બની ગયો છે.

શનિવારના શોમાં નેવુંના દાયકાના આ બંને મહાન ગાયકો જેમણે પોતાનાં અનેક રોમાન્ટિક ગીતો વડે શ્રોતાઓનું ભરપુર મનોરંજન કર્યું હતું. તદુપરાંત બંને વચ્ચેની અદ્ભુત કેમિસ્ટ્રીને કારણે તેમનાં મોટા ભાગનાં ગીતો સુપરહિટ નીવડયાં હતાં. આમ આ બંને પાર્શ્વગાયકોની સાથે આ શોમાં 22મી એપ્રિલે જોવા મળશે અન્ય ત્રણ મેગા સિંગિંગ સ્ટાર્સ હિમેશ રેશમિયા, નેહા કક્કર અને જાવેદ અલી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer