શાલિન ભનોત ખૂબ જ થાકેલા હોવા છતાં શૂટિંગ કર્યું

શાલિન ભનોત ખૂબ જ થાકેલા હોવા છતાં શૂટિંગ કર્યું
લાઈફ ઓકે ચૅનલ પર તાજેતરમાં લૉંચ કરવામાં આવેલી ઐતિહાસિક પિરિયોડિક સિરિયલ `શૅરે-પંજાબ મહારાજા રણજિત સિંઘ'માં રણજિત સિંઘનું મુખ્ય પાત્ર નિભાવનારા શાલિન ભનોતે તેમના અદ્ભુત અભિનય વડે દર્શકોનું સારું એવું મનોરંજન કર્યું હતું. એટલું જ નહીં પણ પ્રોફેશનલ લિઝમની વાત આવે ત્યારે શાલિન કોઈ પણ સંજોગોમાં કદી કોમ્પ્રોમાઈઝ કરતો નથી.

આ સિરિયલમાંના મુખ્ય પુરુષ પાત્ર તરીકે શાલિને લગભગ તમામ દૃશ્યોમાં હાજર રહેવું પડે છે આના કારણે અને મોટે ભાગે આઉટડોર શૂટિંગ હોવાથી શાલિન ખૂબ જ થાકી જાય છે, છતાં તે શૂટિંગ ચાલુ રાખે છે. તાજેતરમાં આવું જ બન્યું હતું. આ ઉપરાંત શરીર પર 15 કિલોના કોસ્ચ્યુમ લાદવાને કારણે શાલિન એક્ઝોસ્ટ થઈ જાય છે. આ સિરિયલ સોમ.થી શુક્ર. (દરરોજ) સાંજે 8.30 વાગ્યે લાઈફ ઓકે પર દર્શાવાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer