નેહા ધુપિયા ફ્રાન્સના ખાનગી ટાપુની સહેલગાહે
નેહા ધુપિયા ફ્રાન્સના ખાનગી ટાપુની સહેલગાહે નેહા ધુપિયા આ મહિનાના આરંભમાં ફ્રાન્સમાં હતી અને ત્રણ દિવસના પોતાના રોકાણ દરમિયાન નેહાએ ઘણું બધું સાઈટસીઈંગ કર્યું હતું જેમાં માર્શેલ, નોટરે ડેમ, પ્રોવિન્સ અૉફ એક્સ-એન-પ્રોવેન્સ તેમ જ ખાનગી ટાપુ લેસ એમ્બીઝનો સમાવેશ થાય છે. નેહાએ અહીં લોંગ વૉક કરવા ઉપરાંત સ્ટ્રીટ મ્યુઝિક સાંભળ્યું હતું અને એક અંડરગ્રાઉન્ડ વૉકવેમાંથી એક મહિલા પાસેથી ક્રેપ કાપડ ખરીદ્યું હતું.

નેહાએ લેસ એમ્બીઝ ટાપુ પર 900 જણ સાથે પાર્ટી કરી હતી, જેઓ 82 અલગ અલગ દેશોમાંથી આવ્યા હતા. નેહાની આ સહેલગાહ અચાનક જ નક્કી થઈ હતી અને તેને નેહાએ પૂરેપૂરી માણી હતી. અહીં નેહાએ એડવેન્ચર સ્પોર્ટ્સનો રોમાંચ પણ અનુભવ્યો હતો.