`બિન્દુ'' બનવા માટે પરિણીતીનો પુરુષાર્થ

`બિન્દુ'' બનવા માટે પરિણીતીનો પુરુષાર્થ
પરિણીતી ચોપરાને આગામી રોમેન્ટિક ફિલ્મ `મેરી પ્યારી બિન્દુ'માં પાર્શ્વગાયન ક્ષેત્રે પદાર્પણ કરવા અને સુંદર ગાવા બદલ ચોમેરથી પ્રશંસાનાં પુષ્પો પ્રાપ્ત થઈ રહ્યાં છે. આ ફિલ્મમાં સ્વાભાવિક રીતે જ પરિણીતીની ભૂમિકા પણ એક ગાયિકાની છે. ફિલ્મમાં પરિણીતીએ એક ધાર્મિક ગીત 'પિયા તોસે નૈના લાગે રે' ગાયું છે જે મૂળ લતા મંગેશકરે ફિલ્મ `ગાઈડ'માં ગાયું હતું.

પરિણીતીએ જણાવ્યું હતું કે `મારા માટે આ કિરદાર નિભાવવાનું એટલું બધું સહેલું ન હતું કેમ કે આ ગીત ગાતી વખતે મારે અનેક રિટેક લેવા પડયા હતા અને તેનું કારણ એ છે કે આ ગીત અસલમાં લતા મંગેશકરે ગાયું હોવાથી હું કોઈ પણ રીતે ખોટી ઠરવા માગતી ન હતી અને તેથી જ ગીત માટે મેં અનેક રિહર્સલ કર્યા હતા.'

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer