આઇપીએલની વચ્ચે સ્મિથ છુટ્ટીઓ મનાવવા દુબઈ પ્રવાસે

આઇપીએલની વચ્ચે સ્મિથ છુટ્ટીઓ મનાવવા દુબઈ પ્રવાસે
પૂણે તા.20: આઇપીએલ-10માં રાઇઝીંગ પૂણે સુપરજાયન્ટસના કેપ્ટન સ્ટીવન સ્મિથ પાછલા બે મહિનાથી ભારત પ્રવાસે છે. ચાર ટેસ્ટની સિરીઝ બાદ તે આઇપીએલમાં રમી રહયો છે. થાકભર્યાં આ ભારત પ્રવાસ દરમિયાન સ્મિથે હવે 6 દિવસનો બ્રેક લીધો છે. તે આઇપીએલની વચ્ચેથી દુબઇના પ્રવાસે રવાના થયો હોવાના રિપોર્ટ છે. પૂણેની ટીમને 22 એપ્રિલે હૈદરાબાદ સામે, 24મીએ મુંબઇ વિરૂધ્ધ અને26મીએ કોલકતા સામે મેચ રમવાના છે. આથી સ્મિથ લગભગ હૈદરાબાદ અને મુંબઇ વિરૂધ્ધના મેચ ગુમાવશે. સ્મિથની ગેરહાજરીમાં પૂણેનું સુકાન અંજિકયા રહાણે સંભાળશે. અગાઉ એક મેચમાં જયારે સ્મિથ અનફિટ હતો ત્યારે રહાણેએ કેપ્ટનશીપ કરી હતી. ધોની હવે ફકત ખેલાડી તરીકે જ રમવાનું પસંદ કરે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer