ચૅમ્પિયન્સ ટ્રૉફીની અૉસ્ટ્રેલિયાની ટીમમાં ચાર ઝડપી બૉલર પેટિન્સનને તક મળી : ફોકનર આઉટ

ચૅમ્પિયન્સ ટ્રૉફીની અૉસ્ટ્રેલિયાની ટીમમાં ચાર ઝડપી બૉલર પેટિન્સનને તક મળી : ફોકનર આઉટ
મેલબોર્ન, તા.20 : ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાએ તેની ટીમમાં ચાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ, જેમ્સ પેટિન્સન અને પેટ કમિન્સને જગ્યા આપી છે. ઓલરાઉન્ડર જેમ્સ ફોકનરે બહાર કરી દીધો છે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર ટ્રેવર હોસે કહ્યું છે કે ઝડપી બોલિંગનું અમારું આક્રમણ શ્રેષ્ઠ છે. મિશેલ સ્ટાર્ક પગના ફ્રેકચરને લીધે ભારત પ્રવાસની વચ્ચેથી પાછો ફર્યો હતો. તે ઇંગ્લેન્ડમાં તા. 1 થી 18 જૂન દરમિયાન રમાનાર આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ફિટ થઇ જશે તેવી આશા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા ગ્રુપ `એ'માં છે. જેમાં તેની સાથે યજમાન ઈંગ્લેન્ડ, બંગલાદેશ અને ન્યુઝીલેન્ડ છે. જ્યારે ગત ચેમ્પિયન ભારત ગ્રુપ `બી`માં દ. આફ્રિકા, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ: સ્ટિવન સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, એરોન ફિંચ, જોન હેસ્ટિંગ, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, મોઇજેસ હેનરિકસ, ક્રિસ લિન, ગ્લેન મેકસવેલ, જેમ્સ પેટિન્સન, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યૂ વાડ (વિકેટકીપર) અને આદમ ઝમ્પા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer