આમલાની આક્રમક અણનમ સદી

આમલાની આક્રમક અણનમ સદી
કિંગ્સ ઈલેવન પંજાબના ચાર વિકેટે 198 રન

ઈંદોર, તા. 20 :  અહીંના હોલકર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓપનિંગમાં આવીને 60 બોલમાં 104 રનની આક્રમક સદી ફટકારીને હસીમ આમલાએ કિંગ્સ ઈલેવન પંજાબને 198 રનનો તોતિંગ જુમલો કરવામાં મોટી ભુમિકા ભજવી હતી. મેક્સવેલે પણ 40 રન અને શોન માર્શે પણ 26 રનનો ફાળો આપ્યો હતો. આજે મુંબઈ ઈન્ડિયન્સનો શ્રીલંકન બોલર લસિથ મલિંગા ઝુડાઈ ગયો હતો. તેની ચાર ઓવરમાં 58 રન ઝુડી કાઢવામાં આવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સના મેકક્લેનગને બે વિકેટ લીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer