મધ્યપ્રદેશમાં રાયડાનો નોંધપાત્ર પાક થવાનો અંદાજ
સોયાબીનનો પાક 70 લાખ ટન થવાની ધારણા

મુંબઈ, તા. 20 : દેશમાં સોયાબીનના અગ્રણી ઉત્પાદક અને ત્રીજા સૌથી મોટા રાયડાના ઉત્પાદક રાજ્ય મધ્યપ્રદેશમાં આ વર્ષે તેલીબિયાંનો વિપુલ પાક થવાનો અંદાજ છે.

આ વર્ષે રાજ્યમાં રાયડાનો પાક નોંધપાત્ર થવાની ધારણા છે. સાથે સોયાબીન પાક 58 ટકા વધ્યો છે. કૃષિ વિભાગના આંકડાઓ મુજબ રાજ્યમાં 8.73 લાખ ટન રાયડાનો પાક થવાનો અંદાજ છે. ગયા વર્ષે 2015-16માં રાજ્યમાં માત્ર 6.66 લાખ ટન રાયડાની ઊપજ થઈ હતી. આ વર્ષે રાજ્યમાં સોયાબીનનો પાક 70.48 લાખ ટન થવાનો અંદાજ મુકાયો છે. જ્યારે ગયા વર્ષે માત્ર 44.48 લાખ ટન પાક થયો હતો.

આ ઉપરાંત રાજ્યમાં મગફળીની ઊપજ પણ લગભગ 69 ટકા વધીને કુલ 4.49 લાખ ટન થવાની ધારણા છે.