`સી''એ એરંડાનાં ઉત્પાદનનો અંદાજ ઘટાડયો

મુંબઈ, તા. 20 : દેશના તેલ અને તેલીબિયાં ઉદ્યોગના સંગઠન સોલવન્ટ એકસટ્રેકટર્સ એસોસિયેશન અૉફ ઈન્ડિયા (એસઈએસી)એ પ્રવર્તમાન 2016-17ની સિઝન માટે એરંડાનાં ઉત્પાદનનો અંદાજ ઓર ઘટાડયો છે.

એસઈએએ ફેબ્રુઆરીમાં રજૂ કરેલા સર્વેની સરખામણીએ નવા સર્વેમાં ઉત્પાદનનો અંદાજ એક ટકા ઘટાડવામાં આવ્યો છે.

એસઈએના ચોથા સર્વે મુજબ 2016-17 દરમિયાન દેશમાં 10.61 લાખ ટન એરંડાનું ઉત્પાદન થવાનો અંદાજ છે, જ્યારે ફેબ્રુઆરીમાં 10.67 લાખ ટન થવાનો અંદાજ જણાવ્યો હતો. વર્ષ 2015-16 દરમિયાન દેશમાં 14.23 લાખ ટન એરંડાનું ઉત્પાદન થયું હતું. એટલે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે એરંડાના ઉત્પાદનમાં લગભગ 25 ટકાનો ઘટાડો થયો છે.

એસઈએ પૂર્વે ગુજરાત કૃષિ વિભાગે પણ ઉત્પાદનનો અંદાજ ઘટાડયો છે. જોકે, બન્નેનાં ઉત્પાદનના અંદાજમાં મોટો તફાવત છે. ગુજરાત કૃષિ વિભાગે આ વર્ષે રાજ્યમાં 12 લાખ ટનથી વધુ ઉત્પાદનનો અંદાજ જણાવ્યો છે, જ્યારે એસઈએએ 8.53 લાખ ટનનો અંદાજ મૂક્યો છે. 

દેશમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer