મહારાષ્ટ્રનો શરમજનક બનાવ આમદાર નિવાસમાં માઈનર પર સામૂહિક બળાત્કાર

મહારાષ્ટ્રનો શરમજનક બનાવ આમદાર નિવાસમાં માઈનર પર સામૂહિક બળાત્કાર
નાગપુર, તા. 20 : નાગપુરના આમદાર નિવાસમાં રાજ્યનું મસ્તક ઝૂકી જાય એવો ખળભળાટ મચાવી દે એવો બનાવ બન્યો છે. અહીંના આમદાર નિવાસમાં એક માઈનર ગર્લ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

જ્વેલર્સની દુકાનમાં કામ કરનાર 17 વર્ષની બાળકીને દુષ્કર્મની શિકાર બનાવવામાં આવી હતી. ત્રીજા માળની રૂમ નંબર 301માં તેના પર અત્યાચાર કરાયો હતો. આ અત્યાચાર ત્રણ દિવસથી ચાલતો હતો. પોલીસે રતન ભટ્ટી અને મનોજ ભગતની ધરપકડ કરી હતી. મનોજ પીડિતા જોડે જ કામ કરતો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer