લાલ બત્તી પર લગામ : મુખ્ય પ્રધાન રૂપાણીએ જાતે જ ઉતારી લાલ બત્તી

લાલ બત્તી પર લગામ : મુખ્ય પ્રધાન રૂપાણીએ જાતે જ ઉતારી લાલ બત્તી
અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.20: લાલ બત્તી પર લગામ આવી ગઇ છે ત્યારે આજે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ પોતાની ગાડી પરી લાલ બત્તી જાતે હટાવી હતી અને કેન્દ્રના નિર્ણયને સમર્થન કર્યુ હતું. આ ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિત અનેક પ્રધાનોએ પણ પોતાના કાર પરથી લાલ બત્તી દૂર કરી હતી. 

કેન્દ્ર સરકારે બુધવારે દેશમાં વીવીઆઇપી કલ્ચરને સમાપ્ત કરવા લાલ અને વાદળી બત્તીના ઉપયોગ સામે પ્રતિબંધ લાદી દીધો છે. જોકે, આ નિર્ણય આગામી 1લી મે થી અમલ શરૂ થાય તે પહેલા જ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ સ્કોર્પિયો પરથી લાલ લાઇટ ઉતારી રાજ્યના તમામ વીઆઇપીઓઁને કડક સંદેશો જારી કરી દીધો હતો. વલસાડના ધરમપુરમાં ઓઝારપાડા ખાતે વોકેશનલ તાલીમ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેલા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ લોકોની હાજરીમાં પોતાની કાર પરથી લાલ લાઇટ ઉતારી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer