પંજાબ સામે મુંબઈનો આઠ વિકેટે વિજય

ઈંદોર, તા. 20 : જે.એસ. બટલર અને પાર્થિવ પટેલ વચ્ચે પ્રથમ વિકેટની 81  રનની ભાગીદારી અને ત્યાર બાદ રાણાના અણનમ 62 અને હાર્દિક પંડયાના અણનમ 15 રનના સહારે મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 15.3 ઓવરમાં બે વિકેટે 199  રન કરીને કિંગ્સ ઈલેવન પંજાબને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. બટલરે પાંચ છગ્ગા અને સાત ચોગ્ગાના મદદથી 37 બૉલમાં 77  રન કર્યા હતા. ઈશાન શર્માએ ચાર ઓવરમાં 58 રન આપ્યા હતા. એમ. શર્મા અને સ્ટોઈનિસને એક એક વિકેટ મળી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer