અનુષ્કાએ ત્રણે ખાન સાથે કામ કર્યું છે, પણ પોતાની ફિલ્મ માટે સંપર્ક કર્યો નથી

અનુષ્કાએ ત્રણે ખાન સાથે કામ કર્યું છે, પણ પોતાની ફિલ્મ માટે સંપર્ક કર્યો નથી
અનુષ્કા શર્માએ બૉલીવૂડમાં તમામ મોટા ગજાના કલાકારોની સાથોસાથ ત્રણે ખાન (શાહરુખ, આમિર અને સલમાન) સાથે ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમ જ તેમની સાથે તેના સંબંધો ઘણા સારા છે તેમ છતાં અનુષ્કાએ પોતાના પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્માણ થનારી ફિલ્મ માટે હજી સુધી એક પણ ખાન કલાકારનો સંપર્ક સાધ્યો નથી. અનુષ્કાએ અત્યાર સુધી બે ફિલ્મોનું નિર્માણ કર્યું છે - `એનએચ-10' અને 'ફિલ્લોરી'.

`શું આનો અર્થ એવો કરી શકાય ખરો કે ભવિષ્યમાં તે ખાન અભિનેતાઓ સાથે પોતાના હોમ પ્રોડક્શનમાં કામ નહીં કરે? આના જવાબમાં અનુષ્કાએ જણાવ્યું હતું કે, દરેક બાબત ક્રિપ્ટ પર આધાર રાખે છે. જો ક્રિપ્ટમાં તેમને બંધ બેસતો રોલ હોય તો હું તેઓને અવશ્ય મારી ફિલ્મમાં લઇશ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer