પ્રભુ દેવા સાથે સલમાન `વૉન્ટેડ-2''માં ફરી દેખાશે

પ્રભુ દેવા સાથે સલમાન `વૉન્ટેડ-2''માં ફરી દેખાશે
બોની કપૂરની ફિલ્મ `નો એન્ટ્રી મેં એન્ટ્રી'માં કામ કરવાની અૉફર સ્વીકારવી કે નકારવી એ અંગે દ્વિધામાં પડેલા સલમાન ખાને છેવટે તેના એક મિત્ર સમક્ષ સ્પષ્ટતા કરી છે કે તે `નો એન્ટ્રી'ની આ સિકવેલમાં નહીં હોય. જોકે, સલમાન `વેન્ટેડ'ની સિકવેલમાં બીજી વખત ડાન્સર - અભિનેતા પ્રભુ દેવા સાથે કામ કરશે.

કોપીરાઇટનો ભંગ કરવાના મુદ્દે `વૉન્ટેડ'ની સિકવેલ કાનૂની દાવપેચમાં ફસાઇ ગઈ હતી. જોકે, હવે તેમાંથી છુટકારો થયો હોઈ સલામન `વૉન્ટેડ-2' માટેની તૈયારી કરી રહ્યો છે જેની મૂળ ફિલ્મ `વૉન્ટેડ' 2009માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મથી સલામન પરનું સતત ફ્લોપ ફિલ્મો આપવાનું મહેણુ ભાંગ્યું હતું. તેવી જ રીતે આ ફિલ્મ પ્રભુ દેવાની બૉલીવૂડની સર્વપ્રથમ દિગ્દર્શિત હિન્દી ફિલ્મ બની હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer