સાનિયા-શ્વેડોનાની જોડી ઇટાલી ઓપનના કવાર્ટર ફાઇનલમાં

સાનિયા-શ્વેડોનાની જોડી ઇટાલી ઓપનના કવાર્ટર ફાઇનલમાં
રોમ, તા.18: ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેની કઝાકિસ્તાનની જોડીદાર યારોસ્લાવા શ્વેડોના ઇટાલીયન ઓપનના મહિલા ડબલ્સમાં કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. સાનિયા-શ્વેડોનાની જોડીને પ્રી કવાર્ટરમાં યૂક્રેનની ઓલ્ગા સાવાચુક અને ઇલિના સિવેટોલિના સામે રમવાનું હતું. પણ આ જોડી ઇજાને લીધે કોર્ટમાં ઉતરી ન હતી. આથી સાનિયાની જોડી વિજેતા જાહેર થઇ હતી. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે મિયામી ઓપનમાં સનિયા મિર્ઝાએ ઝેક ગણરાજયની બારબોરા સ્ટ્રાઇકોવા સાથે જોડી બનાવી હતી અને ફાઇનલ સુધી પહોંચ્યા હતા.© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer