વર્લ્ડ લીગ હૉકી સેમિ-ફાઇનલ્સ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના કૅપ્ટનપદે મનપ્રિત સિંહ

ઇજાગ્રસ્ત શ્રીજેશ બહાર : ભારતીય હૉકી ટીમ જર્મનીમાં ત્રિકોણીય શ્રેણી પણ રમશે

નવી દિલ્હી, તા.18: હોકી ઇન્ડિયાએ પુરુષ હોકી વર્લ્ડ લીગ સેમિ ફાઇનલ્સ-લંડન અને જર્મનીમાં રમાનાર ત્રણ દેશની ટૂર્નામેન્ટ માટે આજે ભારતીય હોકી ટીમની જાહેરાત કરી છે. જેના સુકાપીદે હાફબેક મનપ્રિત સિંહની વરણી થઇ છે. નિયમિત સુકાની અને ગોલકીપર પીઆર શ્રીજેશ ઘૂંટણની ઇજાને લીધે ટીમની બહાર છે. ત્રણ દેશની હોકી ટૂર્નામેન્ટનો જર્મનીમાં તા. 1 જૂનથી થશે. જેમાં ભારત સાથે યજમાન જર્મની અને બેલ્જિયમની ટીમ રમશે. જ્યારે લંડનમાં રમાનાર વર્લ્ડ હોકી લીગ સેમિ ફાઇનલ્સની શરૂઆત 1પ જૂનથી થશે. આ ટૂર્નામેન્ટમાં ભારતનો સમાવેશ કેનેડા, નેધરલેન્ડસ, પાકિસ્તાન અને સ્કોટલેન્ડ સાથે પૂલ બીમાં કરાયો છે. 

આ બંને સ્પર્ધા માટેની ભારતીય હોકી ટીમનું સુકાની મનપ્રિત સિંહ સંભાળશે જ્યારે ચિગ્લેનસાનાસિંહ કંગુજામ ઉપસુકાની તરીકે રહેશે. ટીમમાં સરદારસિંહ, કોથાજીત સિંહ, રૂપિન્દરપાલ સિંહ, હરમનપ્રિત, એસકે ઉથપ્પા, એસવી સુનિલ સહિતના અનુભવી ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.

ભારતીય હોકી ટીમ: આકાશ ચિકતે અને વિકાસ દહિયા (બંને ગોલકીપર), પ્રદીપ મોરે, કોથાજીત સિંહ, સુરેન્દ્રકુમાર, રૂપિન્દરપાલ સિંહ, હરમનપ્રિત સિંહ (તમામ ડિફેન્ડર), ચિંગ્લેસાના સિંહ, એસકે ઉથપ્પા, સતબીર સિંહ, સરદારસિંહ, મનપ્રિત સિંહ (સુકાની), હરજીતસિંહ (તમામ મિડફિલ્ડર), રમનદિપસિંહ, એસવી સુનિલ, તલવિન્દરસિંઘ, મનદિપ સિંહ અને આકાશદિપ સિંહ (તમામ ફોરવર્ડ). 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer