સહારા ગ્રુપને કોર્ટનો ઝટકો : સુબ્રતોને ફરી જેલમાં જવું પડશે

સહારા ગ્રુપને કોર્ટનો ઝટકો : સુબ્રતોને ફરી જેલમાં જવું પડશે
લખનૌ, તા. 18 : સંકટગ્રસ્ત સહારા ગ્રુપને વધુ એક ઝટકો આપતા ઘટનાક્રમમાં અદાલતે તબીબી આધાર પર રાહતની છૂટને હવે ફગાવી દેતાં સહારા સુપ્રીમો સુબ્રતો રોયને ફરી જેલમાં જવું પડી શકે છે.

હકીકતમાં, ગુરુવારે સુબ્રતોએ સેબી કોર્ટમાં હાજર થવાનું હતું. સેબી કોર્ટ તો મદદ કરતી હતી પરંતુ રોય હાજર જ ન થતાં અદાલતે તબીબી કારણોસર છૂટની અરજી ફગાવી દીધી હતી.

તબીબી કારણોસર રાહતની અરજી ન સ્વીકારાતાં હવે સહારા સુપ્રીમોને ફરી જેલમાં જવું પડશે. ઉલ્લેખનીય છે કે સુબ્રતોએ સેબી સહારા ખાતામાં 1500 કરોડ રૂપિયા આપવાની ખાતરી આપી હતી.

આ વચનના પગલે સુપ્રીમ કોર્ટે સુબ્રતોના પેરોલ 19મી જૂન સુધી લંબાવી દીધા હતા. પરંતુ સેબી કોર્ટમાં હાજર નહીં થતાં કોર્ટે તેમને તબીબી આધાર પર છૂટની માંગ નકારી દીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer