ભારતીય સેનાને મળી અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર તોપ

ભારતીય સેનાને મળી અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર તોપ
નવી દિલ્હી, તા. 18 : બોફોર્સની ખરીદી પછી લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે ભારતીય સેનાને એમ-777 હોવિત્ઝર તોપ મળી છે. આ તોપોનું પરિક્ષણ રાજસ્થાનના પોખરણમાં કરવામાં આવશે. આ રીતે બોફોર્સ બાદ સેનાને કારગર તોપ મળવાનો રસ્તો સાફ થયો છે. પરિક્ષણ બાદ હોવિત્ઝરને ચીનની સરહદે તૈનાત કરવામાં આવશે. 2900 કરોડના આ સોદામાં અમેરિકા ભારતને 145 હોવિત્ઝર આપશે. ઓપ્ટીકલ ફાયર કન્ટ્રોલથી સજ્જ હોવિત્ઝરથી 40 કિલોમીટર દૂર સુધી સચોટ નિશાન સાધી શકાય છે. અને એક મિનિટમાં પાંચ રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. 

વધુમાં હોવ્તિઝર અન્ય તોપના પ્રમાણમાં હળવી હોવાથી પહાડી ક્ષેત્રો માટે મહત્વની બની રહેશે. અરૂણાચલ પ્રદેશમાં ચીનની સરહદે તોપ પહોંચાડવી આકરી હતી કારણ કે પહાડી અને દુર્ગમ વિસ્તારમાં ભારેખમ વજન ધરાવતી તોપ લઈ જઈ શકાય તેમ નહોતી અને ભારત પાસે એક માત્ર હોવિત્ઝર 155 તોપ છે જેનું વજન 1200 કિલોથી ઓછુ છે. આ પરિસ્થિતિમાં હોવિત્ઝર એમ-777 મહત્વની સાબિત થશે.  



© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer