અપડેટેડ વર્ઝનમાં રેલવેના સુધારિત ટાઈમટેબલનો પણ સમાવેશ હવે `એમ - ઇન્ડિકેટર'' પર એસટીનું સમયપત્રક

મુંબઈ, તા. 18 : પ્રવાસીઓ જેનો સૌથી વધુ ઉપયોગ કરે છે એવા `એમ - ઇન્ડિકેટર' ઍપ્લિકેશનમાં ઉપનગરીય રેલવે, એક્સપ્રેસના સમયપત્રક છે. ઍપની અપડેટેડ સુવિધામાં એસટી નિગમ અને રેલવેના સુધારિત સમયપત્રક સહિત બીજી અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના પરિવહન વિભાગે પ્રથમ વાર એસટી બસનું સમયપત્રક અપડેટેડ વર્ઝનમાં ઉપલબ્ધ કરી આપ્યું છે. 

રાજ્ય પરિવહન મંડળની બસ સાથે `િશવનેરી' એસી બસની માહિતિ સ્વતંત્ર રીતે ઉપલબ્ધ કરી આપી છે. `ગામ ત્યાં એસટી' એ નીતિ મુજબ રાજ્યમાં એસટીનું પ્રમાણ વધ્યું છે. અંદાજે 66 લાખ એસટીના પ્રવાસીઓ છે, તેથી રાજ્યમાં રોજ 18,000  બસો દોડે છે. આ ઍપથી લાખો પ્રવાસીઓને ઘેરબેઠા બસ ક્રમાંક સહિત સર્વ માહિતિ મળશે. ઍપમાં રાજ્યનાં બસ ડૅપોના ફોન નંબર પણ છે. પ્રવાસીઓએ ફરિયાદ નોંધાવ્યા મુજબ એસટીના સમયપત્રકમાં ફેરફાર કરવાની તૈયારી એસટી નિગમે દર્શાવી છે. રેલવેનું સમયપત્રક પહેલેથી જ ઍપ પર ઉપલબ્ધ છે. અપડેટેડ વર્ઝનમાં પીએનઆર નંબર, ટિકિટનું સ્ટેટસ, ટ્રેનમાં ઉપલબ્ધ બેઠક વ્યવસ્થા, ટ્રેનની ટિકિટનો પણ સમાવેશ છે. ઍપમાં મોનો, મેટ્રો, લોકલ, બસ, એક્સપ્રેસ વગેરેના સમયપત્રક તેમ જ રિક્ષા, ટૅક્સી અને ફેરી બૉટના ભાડાપત્રક અને સમયપત્રક પહેલેથી જ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer