રાષ્ટ્રવાદીના વિધાનસભ્યે પોલીસ અધિકારી સાથે કરી ગાળાગાળી

રાષ્ટ્રવાદીના વિધાનસભ્યે પોલીસ અધિકારી સાથે કરી ગાળાગાળી
મુંબઈ, તા. 19 : અણ્ણાભાઉ સાઠે મહામંડળ કૌભાંડમાં હાલમાં જેલવાસી રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ઉમેદવાર રમેશ કદમે એક પોલીસ સાથે તુતુ મૈંમૈં કરવાની સાથે ખૂબ જ અશ્લીલ ભાષામાં ગાળો આપ્યાનો બનાવ ભાયખલા જેલમાં બન્યો છે. રમેશ કદમ એક તબીબી તપાસના એક અહેવાલ માટે હૉસ્પિટલમાં લઈ જવા માટે આવેલી સહાયક ઇન્સ્પેક્ટર મનોજ પવારની ટુકડી સાથે તૈયાર હતા નહીં અને પવારે તેમને સાથે આવવા કહ્યું તો કહેવાય છે કે કદમે ખૂબ ખરાબ શબ્દોમાં તેમને ગાળો આપી હતી. આ ઘટનાનું ચિત્રણ એક મોબાઈલમાં હોય તે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ ખાતામાં ખળભળાટ મચી ગયો છે.

આ સંદર્ભમાં આજે પોલીસ કમિશનર દત્તા પડસળગીકરને ભાયખલા જેલ વિસ્તારના ટોચના અધિકારીઓએ અહેવાલ મોકલ્યો છે અને તેઓ શું પગલાં લે છે તે ભણી પોલીસદળની મીટ હોવાનું જાણવા મળે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer