મિતાલીનો વધુ એક રેકર્ડ : વિશ્વકપમાં 1000 રન કર્યાં

મિતાલીનો વધુ એક રેકર્ડ : વિશ્વકપમાં 1000 રન કર્યાં
લંડન, તા. 16 : મહિલા ઇન્ટરનેશનલ વન ડે ક્રિકેટમાં 6000 રન પૂરા કરનારી એકમાત્ર બેટધર ભારતીય સુકાની મિતાલી રાજે વધુ એક વિક્રમ બનાવ્યો છે. ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના વર્લ્ડ કપના કરો યા મરો મુકાબલામાં સદી (109) કરીને મિતાલીએ વિશ્વ કપમાં 1000 રન પૂરા કરવાની સિધ્ધિ મેળવી છે. મિતાલીએ 23 રન કર્યાં એ સાથે તે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનારી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઇ હતી. મિતાલીને વિશ્વ કપમાં હવે કુલ 1086 રન થઇ ગયા છે. વિશ્વ કપમાં સૌથી વધુ રન ન્યુઝીલેન્ડની એન હોકલીએ 1501 બનાવ્યા છે.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer