પોખરણમાં અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝર તોપનું પરીક્ષણ

પોખરણમાં અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝર તોપનું પરીક્ષણ
નવી દિલ્હી, તા. 16 : રાજસ્થાનના પોખરણમાં લાંબા અંતર સુધી માર કરી શકતી અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝર તોપનું હાલમાં પરીક્ષણ થઈ રહ્યું છે. બોફોર્સ કાંડના 30 વર્ષ બાદ ભારતીય સેનાને અમેરિકાની તોપો મળી છે. આ તોપ ચીનની સરહદ પર લગાવવામાં આવે તેવી શક્યતા છે.

આ પરીક્ષણનો હેતુ આ તોપ કેટલા અંતર સુધી ગોળો ફેંકી શકે છે, તેનું હેન્ડલિંગ કેવી રીતે કરી શકાય છે તે જોવાનો છે. આ તોપનો કાફલો 2019 સુધીમાં થવાનો છે. હાલમાં બે તોપ પર પરીક્ષણ થઈ રહ્યું છે. 2021 સુધીમાં આ તોપ ભારતીય સેનામાં સામેલ થઈ જશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer