શૅરબજારમાં ઉછાળો : બૅન્ક નિફ્ટીની વિક્રમી ઓપનિંગ

મુંબઈ, તા. 17 : આજે ભારતીય શૅરબજારની શરૂઆત તેજીથી થઈ હતી. સેન્સેક્સ 60 પોઈન્ટના વધારા સાથે 32079ના અને નિફ્ટી 18ના વધારા સાથે 9903ના સ્તરે રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર મિડકૅપ 0.35 ટકા અને સ્મોલકૅપ 0.29ના વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળાને પગલે તમામ એશિયન માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી 0.09 ટકાના વધારા સાથે 20118, ચીનનાં હૅંગસૅંગ 0.50 ટકાના વધારા સાથે 26538, કોરિયાનો કોસ્પી 0.36 ટકાના વધારા સાથે 2423, જ્યારે ચીનનો શાંઘાઈ 0.11 ટકાના ઘટાડા સાથે 3218ના સ્તરે જોવા મળ્યો હતો.

અમેરિકાનો મુખ્ય ઇન્ડેક્સ ડાઊજોન્સ 0.39 ટકા વધારા સાથે 21637, એસ ઍન્ડ પી 0.47 ટકા વધારા સાથે 2459, જ્યારે નાસ્દાક 0.61 ટકાના વધારા સાથે 6312ના સ્તરે જોવા મળ્યો હતો.

સેકટોરીયલ ઇન્ડેક્સની બાબતમાં નિફ્ટી બૅન્કની વિક્રમી ઓપનિંગ થઈ હતી, જે પહેલી વાર 24000ની સપાટીએ ખુલ્યું હતું.

દિગ્ગજ શૅરોની વાત કરીએ તો એસીસી, ડૉ. રેડ્ડી, એસ બૅન્ક, એનટીપીસી અને અંબુજા સીમેન્ટમાં સૌથી વધુ તેજી વર્તાતી હતી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer